ગેસ્ટ હાઉસમાં રોકાણ અર્થે આવનાર દરેક વ્યકિતએ ઓળખપત્ર રજુ કરવાનું રહેશે.
નિવૃત સરકારી અધિકારી/ કર્મચારીઓને ફકત ૬ દિવસ માટે રાજયના બિન ફરજ ઉપરના સરકારી અધિકારી-કર્મચારીઓની જેમ ઉતારો આપી શકાશે. તેમ છતા નિવૃત સરકારી અધિકારી-કર્મચારી જો કોઈ જાતનો વેપાર ધંધો કરતા હોય તો તેમને બિન સરકાર કે ખાનગી વ્યકિત સમકક્ષ ગણીને ચાર્જ વસુલ કરવાનો રહેશે.
એ.સી./હીટરની સુવિધાવાળા રુમો ફાળવવામાંં આવે ત્યારે એ.સી./હીટરનો ઉપયોગ કરે કે ન કરેે તો રુમના નિયમ ચાર્જીસ વસુલ લેવાના રહેશે.
સંંબધિત વ્યકિત દ્વારા જે જે જગ્યાએે લાગુ પડતો હોય ત્યાં લકઝરી ટેક્ષ ચુકવવાનો રહેશે.
ગેસ્ટ હાઉસ ખાતે રોકાણ અર્થે આવનાર વ્યક્તિ દ્વારા દર્શાવવામાં આવેલ arrival time ના ૧૨ કલાક સુધી માં જો રોકાણ અર્થે નહીં આવેલ હશે તો બૂકિંગ કેન્સલ ગણવામાં આવશે.